Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahebub Sonaliya

Others

4  

Mahebub Sonaliya

Others

એક વૃદ્ધની ગઝલ

એક વૃદ્ધની ગઝલ

1 min
2.9K

જેને હક સંપૂર્ણ બસ આરામ કરવાનો હતો,

એમનાં પર શ્રાપ કાયમ કામ કરવાનો હતો.

જીંદગીભર એટલે ગુમનામ થઈને રહી ગયો,

બાપને લાગ્યું 'તુ દિકરો નામ કરવાનો હતો.

આ જરૂરત કોઈને બુઢ્ઢો થવા દેતી નથી,

એટલો ઉપકાર કાયમ કામ કરવાનો હતો.

એક પળ પણ થાકવું પોસાય એને કઇ રીતે ?

જાત સાથે જેમને સંગ્રામ કરવાનો હતો.

આંચકી લીધી ભલે 'મહેબૂબ' મારી જીંદગી,

હું અમસ્તો એય તારા નામ કરવાનો હતો.

Rate this content
Log in