બે ઘડી
બે ઘડી
1 min
6.8K
લાગણીના ચહેરા બે ઘડી,
પ્રેમના પ્રસંગો બે ઘડી.
એ પછી તડપની શકયતાં,
સંબંધ હૂંફાળા લાગે બે ઘડી.
સાગર સાથે બહુ દોસ્તી નહીં,
અહીં પરીભ્રમણ બે ઘડી.
કેટલી ભારે પડે આ જુદાઈ,
ને આ સમય કાઢવો બે ઘડી.
ચાંદની નિશામાં સમાધાન થયા,
ને હવે વાત કરવાની બે ઘડી.