Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
સાવ ખોટું થાય
સાવ ખોટું થાય
★★★★★

© Pragna Vashi

Others

1 Minutes   13.7K    4


Content Ranking

સાવ ખોટું થાય ને ઊભા રહી જોયા કરો, એ રીત પણ સારી નથી,
જિંદગી લૂંટાય ને ઊભા રહી જોયા કરો, એ રીત પણ સારી નથી.

ઝાંઝવાનું જળ મળે એ કામના સાથે ભલે દોડી તમે રણમાં ભળો,
પણ ગળું સુકાય ને ઊભા રહી જોયા કરો, એ રીત પણ સારી નથી.

સૂર્ય સાથે જે ઊગે ને ખીલતાં ને મ્હેકતાં, એવાં ફૂલો પણ આ રીતે,
ડાળથી ચૂંટાય ને ઊભા રહી જોયા કરો, એ રીત પણ સારી નથી.

જીતવાની વાત પર ખુશી મનાવો, ત્યાં સુધી તો ઠીક છે પણ ત્યારબાદ,
હારથી દુભાઈ ને ઊભા રહી જોયા કરો, એ રીત પણ સારી નથી.

કોણ કોનું છે અહીં ? એ વાત જાણે તું છતાં ખોટી રીતે ગૂંચવાયેલાં,
સગપણો રહેંસાય ને ઊભા રહી જોયા કરો, એ રીત પણ સારી નથી.

રોજ તો ગઝલો ને ગીતો સાવ નોખું તેજ લઈ ‘પ્રજ્ઞા’ ખીલે મન આંગણે,
ને છતાં અંજાઈ ને ઊભા રહી જોયા કરો, એ રીત પણ સારી નથી.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..