Harshida Dipak

Inspirational Classics


3  

Harshida Dipak

Inspirational Classics


હરખપદૂડી છોરી

હરખપદૂડી છોરી

1 min 6.6K 1 min 6.6K

હરખપદૂડી છોરી ફરતી ફેર ફુદરડી...

ચકળ વકળ થઈ શ્યામને શોધે...

હો... હો... શ્યામને શોધે...

ચકળ વકળ થઈ શ્યામને શોધે...

પ્રેમની છલછલ ભરી ટબૂડી...

હરખપદૂડી છોરી...

ઊંચે ટીંબે દોણી મેલી દડદડ દડદડ દોડી,

સિંચાણીયાનો છેડો ઝાલી સરસર સરસર છોડી. 

ચક્કર ભમર થઈ શ્યામને શોધે,

હો... હો... શ્યામને શોધે... 

ચક્કર ભમ્મર થઈ શ્યામને શોધે... 

ગૌ ધન દેખી સામે દોડી...

હરખપદુડી છોરી...

ગલિયોમાં ગોરસ વેંચીને હળવે હળવે સાદ કરે, 

માધાને દેખો તો કે'જો રાધા તુજને યાદ કરે. 

અલક મલકમાં શ્યામને શોધે 

હો... હો... શ્યામને શોધે... 

અલક મલકમાં શ્યામને શોધે... 

નાનકડા વાછરડા છોડી...

હરખપદુડી છોરી...

નંદબાબાને આંગણ દોડી,

શેરી, ગલીઓ મેલીને; 

બાબા તારો કાન્હો પજવે તુજને વાત કહેલીને, 

ડગર ડગર પર શ્યામને શોધે... 

હો... હો... શ્યામને શોધે... 

ડગર ડગર પર શ્યામને શોધે... 

લોક લાજને છોડી છોડી...


Rate this content
Originality
Flow
Language
Cover Design