Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaileshkumar Pandya

Classics

3  

Shaileshkumar Pandya

Classics

આમ તો કંઇ નો'તું...

આમ તો કંઇ નો'તું...

1 min
13.7K


આમ તો કંઇ નો'તું, સાંજે આભ આ રંગાયું'તું,

આમ તો કંઇ નો'તું, તારૂ વ્હાલ ત્યાં ઢોળાયું'તું.

ઠરતું ઝાકળ થૈને ફુલો પર સવારે જે ભલા, 

આમ તો કંઇ નો'તું, તારું આંસુ બસ છલકાયું' તું. 

એક હરણે શ્ચાસ છોડ્યો તરફડીને પ્યાસથી, 

આમ તો કંઇ નો'તું, પણ તડકાએ મૃગજળ પાયું'તું. 

ચાંચમાં અજવાસ લીલો પીને ભરબપ્પોરના, 

આમ તો કંઇ નો'તું, પંખીથી જરા ટ્હુંકાયું'તું. 

શોધતા એ શું સવારે-સાંજે આ દીવા કરી? 

આમ તો કંઇ નો'તું, મંદિરમાં કશું ખોવાયું'તું...


Rate this content
Log in

Similar gujarati poem from Classics