Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

2  

Pragna Vashi

Others

ક્યાંક તો ખામી હશે

ક્યાંક તો ખામી હશે

1 min
6.8K


ક્યાંક તો ખામી હશે ઉછેર કે સંસ્કારમાં,

બાળવયમાં આત્મહત્યા નાની અમથી હારમાં!?

 

ગીત આઝાદી તણાં ગાશું અમે આ પળ પછી,

આવનારી પળ પછી આવી નહીં અંજારમાં.

 

શ્વાસ ફફડે કેમ આછા આ સદીની ઊપજે?

‘સ્વ’ને મૂકી ગીરવે શું શસ્ત્રનાં ઓથારમાં?

 

કાશી–કાબા ના કર્યાનો સ્હેજ પણ અફસોસ ક્યાં?

પકડી, મેં તો, આંગળી, લાચારની, સંસારમાં.

 

હોળી સળગાવી પછી જળ છાંટનારા હે, વીરો!

કૈં સદીથી કેમ હોલિકા બળે અંગારમાં?

 

ભૂખ શું છે જાણવા બસ હાથ લંબાવી જુઓ,

કૈં ગરીબો જીવી જાશે મુઠ્ઠીભર જુવારમાં.

 

કૈં નદીને એક સાથે બાથમાં લઈ દોડતો,

જાણે શું એ વધશે મોટપ પ્રેમ ને સત્કારમાં.


Rate this content
Log in