Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
નાના પ્રશ્નો પણ...
નાના પ્રશ્નો પણ...
★★★★★

© Pragna Vashi

Others

1 Minutes   15.1K    7


Content Ranking

જીવનના નાના પ્રશ્નો પણ લાગે મોટા પર્વત છે,
પણ લડવામાં એની સામે કેવી ભારે રંગત છે.

શબ્દ ગગનમાં સંવેદનની ભીની ભીની બરકત છે,
સાચું કહું છું એ જ અમારી સાચે સાચી મિલકત છે.

તું માને કે સૌથી સારી જગમાં તારી ઇજ્જત છે,
જગને, વશ કરવાની, જ્યારે, મારી જૂની આદત છે.

લેણાંદેણી પળની છે પણ રોજ સવારે મળવાનું,
જુઓ પેલી ઝાકળની પણ સૂરજ સાથે સોબત છે.

ભળવું, લળવું, તરવું, મરવું એ તો કેવળ કર્મ બને,
પણ ક્રિયાને પાર જશો તો એ બનતી ઇબાદત છે.

આમે ક્યાં લખવું છે મારે ઇનામ અકરમ, લાલચવશ,
શબ્દ બનીને ઝળહળ કરવું સાવ ફકિરી હરકત છે.

અંધારાને પાર ઘૂઘવાતા દરિયા જે દેખાડે, એ,
નાની સરખી આંખોમાં પણ કેવી કેવી સવલત છે.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..