Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Masum Modasvi

Others

3  

Masum Modasvi

Others

મૌન ધારેલા વલણ

મૌન ધારેલા વલણ

1 min
6.9K


મૌન ધારેલા વલણ ને પાળતા,
રાત લાંબી રોજ ગાળી નાંખતા.

મન ભરીને જિંદગી ને માણવા,
સાવ નૌખી ધારણાઓ ધારતા.

કોઈનું ખોટું કદી થાતું નથી,
સૌ નિસાસા તે ભલેને નાંખતા.

જેમનો હર બોલ સ્વીકારી અમે,
આંગળી ચીંધી તરાહે ચાલતા.

માન મૌભાની કશી ચિંતા વગર,
તેમના પડતા શકન ને માનતા.

આવતી સામે અગર કપરી ઘડી,
જે બધી ધીરજ ધરીને ખાળતા.

ભાવના ના ભાવ ઓછા થાયના,
એટલું માસૂમ ગણીને ચાલતાં.


Rate this content
Log in