Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Narshih Maheta

Classics

0  

Narshih Maheta

Classics

ગોરી તારે ત્રાજૂડે

ગોરી તારે ત્રાજૂડે

1 min
238


ગોરી તારે ત્રાજૂડે રે, મોહ્યા મોહ્યા મુનિવર રાયા રે;

રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે, કોઈ દીસે છે ઈશ્વરી માયા રે. ...૧

રુમઝુમ રુમઝુમ નેપૂર વાજે, ગોફણે ઘૂઘરી ઘમકે રે;

શીશ દામણી એણી પેર સોહે, જેમ ગગન વીજળી ચમકે રે. ...૨

નિલવટ આડ કરી કેસરની, માંહે મૃગમદની ટીલી રે;

આંખલડી જાણે પાંખલડી, હીડે લીલાએ લાડગહેલી રે. ...૩

આ કંચવો તમે ક્યાં સિવડાવ્યો, શણગટ વાળ્યો શું ધારી રે ?

આ વેણી તમે ક્યાં રે ગૂંથાવી જેણે મોહી વ્રજની નારી રે ? ...૪

ચંચળ દૃષ્ટિ ચહુદિશ નિહાળે, માંહે મદનનો ચાળો રે;

નરસૈંયાનો સ્વામી જોવા સરખો, કોઈ એ સુંદરીનું વદન નિહાળો રે. ...૫


Rate this content
Log in

Similar gujarati poem from Classics