Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ભીંજાણી હોય છે
ભીંજાણી હોય છે
★★★★★

© Pragna Vashi

Others

1 Minutes   6.9K    5


Content Ranking

ભાવને અર્થે ભીંજાણી હોય છે,
એ ગઝલ સૌને ઉજાણી હોય છે.

દીન–દુ:ખિયાઓથી એ, ના છીનવો,
આંસુઓ એની કમાણી હોય છે.

દોડવાનો થાક ત્યાં લાગે ખરો ?
ઝાંઝવા બદલે જ્યાં પાણી હોય છે.

ફક્ત એ સૂરજ બની ઝળકી શકે,
રાતને જેણે પ્રમાણી હોય છે.

એ અભાગી રાત–દિવસ જાગતો,
રાતને કોણે વખાણી હોય છે ?

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..