Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gopal Dhakan

Classics Romance

3  

Gopal Dhakan

Classics Romance

સંયોગ સુખ

સંયોગ સુખ

1 min
513


આવે નૈ ઓડકાર આંખ્યુંને ત્યાં લગ,

પિયૂ નીરખીએ સૈ.

ઝગમગતા ભાલે એના કુમકુમના ચાંદલાને,

નીરખી હરખીએ્ સૈ.


ગોંદરેથી ભાળ્યો મેં ગમતીલો જણ તૈં હૈયામાં ઊગી'તી ધરપત !

મથોડા લગ પાણી કોરીકટ નદીયુંમાં ઘૂઘવતું જાય જાણે ઝબઝબ!

કરગઠિયા જેમ મારી વેદનાયું સળગી ત્યાં,હળવી હું સામટી થૈ.

એવો પિયુ નીરખીએ સૈ.


ઢોલિયામાં પોઢેલો એવો દેખાતો કે નીરખતા રાત્યું રે જાશે !

પીવાતું રૂપ એનું આંખેથી ઘટઘટ નીંદરડી મારી કે'વાશે !

પાંપણને વારું કે મટકું'ય આંખ્યુંમાં હવે, એકપણ આવે નૈ.

એવો પિયુ નીરખીએ સૈ.



Rate this content
Log in