Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
રાતો ય પૂછે હાલ
રાતો ય પૂછે હાલ
★★★★★

© Shailesh Chaudhary Agam

Inspirational

1 Minutes   13.7K    6


Content Ranking

રાતો ય પૂછે હાલ,ખુદ બેહાલ હોય છે;
સાકી ભળે સાથે, પછી તો વ્હાલ હોય છે.

દોસ્ત! દુશ્મનો તાકતા કેવા રહી ગયા?
જેવી ગલી, એવી અમારી ચાલ હોય છે!

આભાર તારો ઓ ખુદા,કેવી કમાલ છે,
જ્યારે મળું, કેવાં શરમથી લાલ હોય છે.

ભીના થયા છે એ મહોબતના ઝખમ બધા,
આંખો ય લૂં છે, હાથ પણ રૂમાલ હોય છે.

ખલકત સમજતાં વાર લાગી કેટલી 'અગમ'?
તાળી લગાવે એમ, જેવો તાલ હોય છે.

 

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..