Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

મજા ક્યાં છે?

મજા ક્યાં છે?

1 min
13.4K


નથી જન્મોથી સૂતી શ્વાસની સડકો, મજા ક્યાં છે?

હજી સંવેદના સ્ફોટક, નહીં અડકો, મજા ક્યાં છે?

 

ઉથલ–પાથલ કરી ક્યાં છે અમે કૈં પ્રેમ નફરતની,

પછી શ્વાસો કરે છે કેમનો ભડકો, મજા ક્યાં છે?

 

તળેટીમાં ઊભી છું સ્વપ્ન જોતી પ્હાડનું હું પણ,

મને મારાંથી કાઢી બહાર જૈ ખડકો, મજા ક્યાં છે?

 

ધુમાતું કેટલા દી’થી અહીં ભીતર ને સળગે નહીં,

મેં મારે હાથ ત્યાં ચાપી દીધો ભડકો, મજા ક્યાં છે?

 

છે કેવો મંચ કે જ્યાં દેવ, દાનવ એક મ્હોરામાં,

પડે ઓળખ ખરી ત્યાં તો પડે પડદો, મજા ક્યાં છે?

 

હજી હરણીની આંખે માંડ ફૂટ્યું દુન્યવી ઝાકળ,

બની હેવાન લૂંટે આસુરી તડકો, મજા ક્યાં છે?

 

વિરાસતમાં મળી મુજ શ્વાસને શ્વસવા નરી આંધી,

હવે વરસાદ શું? કે સૂર્યનો તડકો, મજા ક્યાં છે?


Rate this content
Log in