સંભળાવ તું
સંભળાવ તું
1 min
13.4K
શ્રાવણી ભીની ગઝલ સંભળાવ તું,
આપણાં સંબંધને છલકાવ તું.
પ્રેમ છે તો છે હયાતી આપણી,
હર ઘૃણાના શ્વાસને અટકાવ તું.
લોક તો કહે પણ અરે! તું પણ કહે!
‘પ્રેમ છે તો પ્રેમને નિભાવ તું.’
નહિ પ્રલોભન હોય ને શું ચાલવું?
રણ વચાળે ઝાંઝવાં ચમકાવ તું.
કંટકોને પાર જો, ધબકે છે એ,
ફૂલ જેવી જિંદગી મ્હેકાવ તું.