Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipal Upadhyay

Others

2  

Dipal Upadhyay

Others

સાતભવ... સાતફેરા...

સાતભવ... સાતફેરા...

1 min
6.8K


પ્રિયતમ તારી પ્રેયસી
હું ને તુંથી લઈને
'આપણા'
હોવાની સફર.. સપ્તપદીના સાત પગલાં સંગ
 
પહેલું પગલું સપ્તપદીનું
તારાં દુ:ખ ને સુખની સહભાગી બની ભરૂં
 
બીજું પગલું સપ્તપદીનું
મનનો માણીગર માની આપણા સંસારને પ્રેમથી સંભાળવા ભરૂં
 
ત્રીજું પગલું સપ્તપદીનું
દુનિયાયી શંકા કુશંકાને વહેમથી પરે રાખી, શાણપણથી ભરૂં
 
ચોથું પગલું સપ્તપદીનું
મારાં દરેક કાર્યથી આપણા પરિવાર જનો ને આનંદ મળે તે માટે ભરૂં
 
પાચમું પગલું સપ્તપદીનું
મારાં ને તારાં વિશ્વાસને લાગણીઓની ફોરમ ભરી સાતભવની સાથી બનવા ભરૂં
 
છઠ્ઠું પગલું સપ્તપદીનું
પવિત્રતા ને આધ્યાત્મિક આત્મા સાથે તારી ને મારી પ્રીતમાં મિઠાશ ભરવા ભરૂં
 
સાતમું પગલું સપ્તપદીનું
સાતમા ફેરા સાથે દરેક વચનો, લાગણીઓ, શ્રધ્ધા, ને સહિયર બની અગ્નિની સાક્ષીઅે ફકત તારી પ્રેયસી ને અર્ધાગિની બની સાતભવ સંગી બનવા ભરૂં..


Rate this content
Log in