Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Harshida Dipak

Inspirational Classics

3  

Harshida Dipak

Inspirational Classics

તો એ જ સહારો કાફી છે

તો એ જ સહારો કાફી છે

1 min
13.6K


આ સથવારો તારો છે તો એ જ સહારો કાફી છે,

તારો નિત વરતારો છે તો એ જ સહારો કાફી છે.

પગલું માંડુ એક તો સઘળા લોક પૂછે છે ક્યાં તું ચાલી !

કિંયા જાય છે, કિંયા વા'ય છે, પવન ડાળખી કોને ઝાલી ?

તેજાબી આ પવનઝકોરે સપનામાં હું કોને વ્હાલી ?

લીલોતરીના મંડપ હેઠે હાથ ગ્રહયો ને ફૂલી - ફાલી,

લીલો છમ્મ સધિયારો છે તો એ જ મને તો કાફી છે!

આ સથવારો તારો છે તો...

આમ તો જીવન દરિયા જેવું તોય કિનારે વહેવું વહેવું, 

પળમાં વાંકી પળમાં સીધી નાનકડી આ નાવનું કહેવું. 

હસી - ખુશીના નીલગગનમાં જીવન તારકમંડલ જેવું,

ખોબે - ખોબે વહાલ ભરી દે મારા મુખથી એ જ કહેવું.

'તું હું તું' ઉચ્ચારો છે તો એ જ સહારો કાફી છે.

આ સથવારો તારો છે તો...


Rate this content
Log in