Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Others

0.7  

Drsatyam Barot

Others

વરસાદ પડશે

વરસાદ પડશે

1 min
14.1K


ઊભરાતી હોય કીડીઓ અઢળક ઈંડાં લઈ,

એ સમય ગરમી ઘણી, મે આપનારી હોય છે.


કાટકાને વીજ, કાળી વાદળી જો હોય તો,

વાદળી વરસાદને વરસાવનારી હોય છે.


ઉત્તરથી ને દક્ષિણથી આવે ચડી જો વાદળી,

મેઘ મીઠો ખાસ એ ઊતારનારી હોય છે.


વાદળાં ઘનઘોર હો ઉકળાટ ચારે કોર હો,

એ ઘડી વરસાદ પાછી લાવનારી હોય છે.


સાંજ ખીલે પૂરબ્હારે એ સમયમાં ચેતજો,

સાંજ એ વરસાદ સાચે પાડનારી હોય છે.


ચાંદ ફરતે જેટલું યે જળ કૂંડાળું થાય છે,

એ પછી વરસાદ માટેની સવારી હોય છે.


નીચે ફરતાં વાદળાં ધીમે રહીને ચાલતાં,

તો અહીંયા ક્યાંક પણ વર્ષા થનારી હોય છે.


Rate this content
Log in