Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

સંવેદનાનું લીંપણ

સંવેદનાનું લીંપણ

1 min
13.8K


આ કાગળ ઉપર દિલની સંવેદનાઓનું લીંપણ છે
ને શબ્દોમાં સંગ્રહાયેલ ભાવનું ભવ્ય ભાતીગળ છે

તમે શબ્દોના સહારે શૂન્યમાં કરી શકો જો પ્રવેશ
તો બે શબ્દો વચ્ચે જ ભવ્યતાનું ભરત ગૂંથણ છે

હૃદયની ધરતી ઉપર આંખોના પાણીનું આ સિંચન
લાગણીઓની જુવો ફૂટી આ કેવી મજાની કુંપળ છે

ક્યારો હજી પણ ક્યાં સુકાયો છે જરાક સ્પર્શ તો કરો
તમારા પ્રત્યેના ભાવથી હજીયે આ નેત્રો સજળ છે

તમારી હયાતી ક્યાં નથી નાથ મારા એ પ્રતિતીથી
અમથું આનંદનું આંખમાંથી ઉભરાયેલું આ ઝરણ છે

ભવની ભટકન ખેંચી લાવી અચાનક તુજ ચરણોમાં
અસ્તિત્વના ઓજસમાં હર પલ હવે તારું જ શરણ છે  

આ અનુભૂતિ ને આ "પરમ" ક્ષણ હવે કેવી સરસ છે
હવે ડર ક્યાં છે? જ્યાં મુજ "પાગલ"ને તારું ગ્રહણ છે


Rate this content
Log in