Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jigar Faradivala

Others

3  

Jigar Faradivala

Others

આ રીતે

આ રીતે

1 min
14.4K


નશા જેવું જ લાગે છે રહેવું તંગ આ રીતે,
મને કરતો રહું છું એટલે હું દંગ આ રીતે.

કશું બોલ્યા વિના,આપી દીધું છે સ્મિત આછેરું,
જગતની માનસિકતા પર કર્યો મેં વ્યંગ આ રીતે.

ને એના ભાગનું શમણું'ય મારે ભાગ આવ્યું છે,
ફળે છે દૂરતાનો પણ કોઈને સંગ આ રીતે.

અલગ થઈને કિનારો ના કર્યો એના પરિણામે,
પરસ્પર એક બીજામાં ભળ્યા છે રંગ આ રીતે.

કમર ભાંગી પડ્યાના દર્દથી પોઢી ગઈ છેવટ,
ખડે પગ એક ઈચ્છાનું થયું તપભંગ આ રીતે.


Rate this content
Log in