Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

ગઝલની ગતિ

ગઝલની ગતિ

1 min
123


છે શબ્દો તરસ્યા એકાંતના રણમાં

ને ગઝલની ગતિ એક એક કણમાં


યાદો સંગ વહેતો આ સમયનો યુગ

આ વર્તમાનના એક એક ક્ષણમાં


અસ્મિતા ઓગળી અચાનક આજે

રજકણ બની પડ્યો તુજ ચરણમાં


જીવતદાન સમયને એમ મળી ગયું

આ ગુજરતી પળ પળના મરણમાં


એકાંત સરોવરમાં વિચારોના વમળ

ખલેલ કરી ગયા શાંતિના ઝરણમાં


તરસ તમન્નાની ને મળ્યા છે મૃગજળ

આ તખલ્લુસ અટવાયા અવતરણમાં


"પરમ" ઝખમોની નુમાઈશ ક્યાં કરું

હું "પાગલ" અટવાઉ સ્વજનોના ગ્રહણમાં



Rate this content
Log in