Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
એ મારી મા
એ મારી મા
★★★★★

© Shaurya Parmar

Others

1 Minutes   1.3K    6


Content Ranking

વેહલી સવારે ઊઠે,
કપડાં ધુએ,
પાણી ભરે,
ગરમા ગરમ બનાવી નાસ્તો,
બૂમ પાડે,
બેટા ચાલ હવે પીલે ચા,
એ મારી મા...

નવડાવે, ધોવડાવે,
પહેરાવી ચોખ્ખા કપડાં,
મને તૈયાર કરે,
તેલ નાખી માથું ઓળે,
ભરપેટ જમાડી,
ડબ્બામાં નાસ્તો ભરી,
કહે, હવે નિશાળે જા,
એ મારી મા...

 

 એકલી બેઠી રાહ જુએ ,

નાસ્તો અને ચા તો તૈયાર જ ,

થેલામાંથી નોટ કઢાવી ,

મારો હાથ પકડે ,

પછી ધીમેથી લખાવે ,

'ક' ને કાનો 'કા',

એ મારી માં....

 

 

 હંમેશા પૂછે મને ,

શુ જમવુ છે ?

શ્રમ રસોડે અપાર કરી ,

બનાવે ભાવતુ ભોજન ,

માથે ફેરવી હાથ ,

મોંમાં મૂકી કોળીયો ,

કહે , લે દિકરા ખા ,

એ મારી માં....

 

 

 રાતે પાસે સુવડાવે ,

હાથ ફેરવતી ,

પળે પળે ભેટતી ,

તેને કેહવુ ના પડે ,

કે કોઈ મીઠું હાલરડું ગા ,

એ મારી માં....

 

 

 સાચામાં હોય જેની હા ,

ખોટામાં હોય જેની ના ,

હંમેશા શીખવતી ,

માણસ થા ,

એ મારી માં...

Mother કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..