Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jignesh Solanki

Tragedy

3  

Jignesh Solanki

Tragedy

ભૂલી જવાતું હશે ?

ભૂલી જવાતું હશે ?

2 mins
6.7K


તને યાદ છે.

ઢોલ શરણાઈના નાદે ધરણી ધ્રુજવતો તું  આવીયો હતો.

મેં બાલ્કનીની આડમાં ઝુપાઈ તને જોયો હતો.

 તારી અને મારી નજર એક થઈ જતાં 

હું કેવી છુપાઈ ગઈ હતી

હું કૃષ્ણની મૂર્ત જોવ કે તારો ચેહરો

જાણે એકમેકના પ્રર્યાયી

મારા હાથની મહેંદી કરતા પણ મારી લજજાનો રંગ વધું ખીલ્યો હતો.

મારા પાનેતરમાં ગુંથાયેલી કોયલ કેવું મિટ્ટુ ટહુકી હતી

હૈયું ફાટ ફાટ થતું હતું

એક તરફ મૈયરને સૈયર છોડવાની દાહ જાગી હતી

ત્યાં નવી જ દુનિયામાં ડગ ભરવાની આહ જાગી હતી

બધું એક સાથે ચાલી રહ્યું હતું

પણ ત્યારે હું ક્યાં હતી ?

 હું ત્યાં હતી જ નહીં

હું તો હતી નવી જ દુનિયામાં

જયાં માત્ર હું હતી અને તમે

"તમે" બહુ અટપટું લાગે છે.

જેને તુંકારો કરતા થાકતી નહીં તે આજે જીવનભર માટે તમે થઈ રહ્યો હતો.

વિધિવિધાન મજુબ તું મને હરી જવા આવયો હતો

મિત્ર, સ્નેહી, હમદર્દ તેં મારી સાથે ઘણાં પાત્રો ભજવયાં છે

હવે તું જીવનભર મારા જીવનનું અસ્તિત્વ બનવા જઈ રહીયો હતો

હું મારી અટક બદલી તારી અટક સાથે જોડાવા આતુર બની ઉઠી હતી

મને મારા પરાયા અને તારા સઘળા પોતીકા લાગતા હતાં

જવતલની આહુતિ સંગાથે હાથમાં હાથ લઈ

સાત જન્મોનો સાથ નીભવાના ઓરતા આંખે આંજી

સપ્તપદીનાં ફેરા ફરતા મેં તારી આંખોમાં

મારી માટેનો અનહદ પ્રેમ જોયો હતો

મારી સૂની સેંથી પુરી

કાળા મણકાની પોથ સુહાગની નિશાની બની મારા ગળે શોભી ઉઠી

આશીર્વાદની પડાપડી થઈ

પેટભરીને રડી.. મને રડતા જોઈ તારી આંખો પણ સહેજ છલકી ઉઠી

તેં મને બાથમાં ભરી

એક વીજળી શરીરમાંથી પસાર થઈ ગઈ

તને રેસિંગનો ખૂબ શોખ

બધાને પાછળ મુકી મને કારમાં બેસાડી જાણે હવામાં ઉડતો હોય તેમ મને ઉડાવી લઈ ગ્યો

પણ આ શું ?

તને ભૂલી જવાની ટેવ હજુ પણ ના ગઈ

હજી હમણાં જ સાતજન્મ સાથે રેહવાની પ્રતિજ્ઞા લીધી હતી

આટલી જલદી વિસરી ગ્યો

કાળનો સાથ એટલો વ્હાલો લાગ્યો કે

મને એકલી મુકીને તું આમ એકલો ચાલી નીકળીઓ

કેટકેટલા અરમાનને ઊર્મિઓ જાગી હતી

હજી મહેંદીનો રંગ પણ અડીખમ હતો

અને એક નાનકડા અકસ્માતમાં તું 

આમ બધુ ભૂલીને કઈ રીતે જઈ શકે ?

ચલ ઉઠ, હવે તું આમ બધું ભુલી જશે તે હું નહીં ચલાવી લઉં

ખરી ટેવ છે તમને

આમ કંઈ ભૂલી જવાતું હશે?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy