Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bharat Darji Aabhas

Tragedy

3  

Bharat Darji Aabhas

Tragedy

હશે તોય શું?

હશે તોય શું?

1 min
6.6K


એવી જાહોજલાલી હશે તોય શું?

પ્રેમમાં પાયમાલી હશે તોય શું?

આજ ચિક્કાર પીધો અહીં આંખથી,

ત્યાં બધા જામ ખાલી હશે તોય શું?

ભાગ્યથી છીનવી હું એ લઈ જઈશ,

આંગળી એણે ઝાલી હશે તોય શું?

ઉતરો તો ફટાફટ બધા બોલશે,

મોત સામે સવાલી હશે તોય શું?

ઓ સનમ યાદ રાખીશ હું વાતને,

એ કબર કાલ ઠાલી હશે તોય શું?


Rate this content
Log in