Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Romance Others

3  

Sapana Vijapura

Romance Others

રહેવાય

રહેવાય

1 min
13.6K


દર્દ જેવું રોજ દિલમાં થાય છે

વાતે વાતે નામ તુજ લેવાય છે

આડકતરુ કૈંક ગઝલથી મેં કહ્યું

સીધેસીધુ આમ ક્યાં કહેવાય છે ?

છોડવા બેસું તો છોડું હાલ હું

ક્યાં મને એક જણ વિના રહેવાય છે ?

ચાંદ, રાત્રિ,તારલા છે સાથમાં

એકલા ક્યાં આ વિરહ સહેવાય છે ?

લો મલિનતા, ધોઈ મારી ડૂબકી

પણ હ્રદયના પાપ ક્યાં ધોવાય છે ?

એક જાતું ને ફરી આવે બીજું

એમ ક્યાં દુખથી પિછો છોડાય છે ?

હું તને તાકું, તું તાકે છે મને

આમ સપનાંમાં તું પણ ખોવાય છે ?


Rate this content
Log in