કંઈજ સમજાતું નથી
કંઈજ સમજાતું નથી
શું લખું શું કહું તને કઈ સમજાતું નથી,
બસ તારી યાદમાં,
દિવસને રાત
અને
રાતને દિવસ
કહેતો જાઉં છું.
તારા એક પ્રેમની ચાહમાં,
દિલના દર્દ સહેતો જાઉં છું.
એક અજનબી બની દુનિયામાં,
આમ તેમ ભટકતો જાઉં છું.
બસ તારા પ્રેમની એક ચાહમાં,
દર્દનો સમંદર
ફુટેલી કિસ્મતની નાવમાં
ખેડતો જાઉં છું.
શું કહું શું લખું તને કઈ સમજાતું નથી...