Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

જાણી લઈએ

જાણી લઈએ

1 min
6.7K


ચાલ હવે પરસ્પરને જાણી લઈએ
જીવનની હર પળને માણી લઈએ 

કેવું મર્માળું હસે છે આ તારલાઓ 
રમે છે સંતાકૂકડી ચંન્દ્ર સાથે વાદળો 
ઝૂમતી આ ચાંદનીને તાણી લઈએ 
ચાલ હવે પરસ્પરને જાણી લઈએ 

કિસ્મતમાં હોય તે જ પત્તા મળે છે 
જીંદગી રમતનું બીજુ નામ જ છે 
આજે તો આપણે સરની રાણી લઈએ 
ચાલ હવે પરસ્પરને જાણી લઈએ 

તડકા અને છાંયડા તો આવવાના 
ગમતું ને અણગમતું પણ લાવવાના 
આ સુખ દુ:ખને પણ છાણી લઇએ 
ચાલ હવે પરસ્પરને જાણી લઇએ 

મન જ મોટું હથિયાર છે 'જશ' 
સ્વચ્છ રાખવા એને રોજ ઘસ 
જીવનમાં નવી વાતો વણી લઈએ 
ચાલ હવે પરસ્પરને જાણી લઈએ 

ચાલ હવે પરસ્પરને જાણી લઈએ 
જીવનની હર પળને માણી લઈએ 


Rate this content
Log in