Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

ગમે છે

ગમે છે

1 min
1.2K


મને અંધારું ગમે છે
કારણકે
મને તારલા ગમે છે

મને ટહૂકા ગમે છે
કારણકે
મને મોરલા ગમે છે

મને વાદળ ગમે છે
કારણકે
મને વિહરવું ગમે છે

મને વરસાદ ગમે છે
કારણકે
મને પલળવું ગમે છે

મને દરિયો ગમે છે
કારણકે
મને ડૂબવું ગમે છે

મને આંખો ગમે છે
કારણકે
મને ઈશારા ગમે છે

મને દર્પણ ગમે છે
કારણકે
મને ચહેરો ગમે છે

મને સ્મરણો ગમે છે
કારણકે
ને રડવું ગમે છે

મને તલસાટ ગમે છે
કારણકે
'જશ' તમારી યાદ ગમે છે


Rate this content
Log in