Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Himal Pandya

Others

3  

Himal Pandya

Others

જોઈએ

જોઈએ

1 min
13.5K


આમ તો એવું જ થાવું જોઈએ,
મોકળા મનથી જીવાવું જોઈએ;

જીંદગીનો સૂર છો ને લડખડે,
ગીત ગમતું છે, તો ગાવું જોઈએ;

અેક ચહેરો આઈનાની એ તરફ!
ત્યાં સુધી તો રોજ જાવું જોઈએ;

સ્વાર્થ-નફરત-દ્વેષ-ઈર્ષ્યા-છળકપટ,
આ બધું પડતું મૂકાવું જોઈએ;

ભીતરે દરિયા વહે એ ચાલશે,
બ્હાર તો આંસુ સૂકાવું જોઈએ;

બે ઘડી તો બે ઘડી, પણ હોય તું!
ભાગ્યમાં એ પણ લખાવું જોઈએ


Rate this content
Log in