Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
તકદીર
તકદીર
★★★★★

© Ankit Gorasiya

Others

1 Minutes   7.3K    7


Content Ranking

આ તકદીર સાથે તો આજે મને ઝઘડવા દે,
એ વળી શું કે એ આપણું મિલન ન થવા દે.

કઈક તો કારણ હશે કે કારણ વગર મળ્યા,
પણ એ શું કારણ હશે એ વાત હવે જવા દે.

સૂર્યાસ્ત પહેલા બસ એટલું કરી દે ઓ ખુદા,
અમારા પડછાયાને એકાદ જનમ મળવા દે.

કેટલી વાર તને માંગુ દુઆમાં, જાણવું છે ને?
જરા ખમી જા મને મારા ધબકારા ગણવા દે.

તને જોઈને બંધ થાય, ન જોઈને ધીમું ચાલે,
ક્યારેક તો આ હ્રદયને તું સરખું ધબકવા દે.

‘અંકિત’ નામે ત્યાં એકાદ સિતારો તો હશે જ,
લાવ તારી આંખોમાંથી આકાશ ખંખેરવા દે.

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..