તકદીર
તકદીર
1 min
7.3K
આ તકદીર સાથે તો આજે મને ઝઘડવા દે,
એ વળી શું કે એ આપણું મિલન ન થવા દે.
કઈક તો કારણ હશે કે કારણ વગર મળ્યા,
પણ એ શું કારણ હશે એ વાત હવે જવા દે.
સૂર્યાસ્ત પહેલા બસ એટલું કરી દે ઓ ખુદા,
અમારા પડછાયાને એકાદ જનમ મળવા દે.
કેટલી વાર તને માંગુ દુઆમાં, જાણવું છે ને?
જરા ખમી જા મને મારા ધબકારા ગણવા દે.
તને જોઈને બંધ થાય, ન જોઈને ધીમું ચાલે,
ક્યારેક તો આ હ્રદયને તું સરખું ધબકવા દે.
‘અંકિત’ નામે ત્યાં એકાદ સિતારો તો હશે જ,
લાવ તારી આંખોમાંથી આકાશ ખંખેરવા દે.