Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jayesh Thakkar

Others

2  

Jayesh Thakkar

Others

રહેવા દે

રહેવા દે

1 min
6.5K


રહેવા દે તાજો ઘા ખોતરીશ મા,
નામ યાદ રહી ગયું, કોતરીશ મા,
 
તારી ગલી, ગામ, નામ ભૂલવું રહ્યું,
તું પણ મને હવે નોતરીશ મા.
 
સીધી લીટી પરે ચાલતો રહ્યો,
ચાસ ત્રાંસા પાડવા, જોતરીશ મા
 
ધરા નદી કુવામાં, છલાંગ મારજે
કાજલ છલકતી આંખમાં, ઉતરીશ મા
 
જીવન તણી નદી, વંકાય પણ ખરી ,
અંશ, ખૂણો,માપવા આંતરીશ મા
 
આવીને એ મળે , કે જવું પડે,
બેઉ વાત છે અલગ, સાંકળીશ મા
 
હોઠ પરે કંટકો, ગાલે ગુલાબ છે
યાર એવા હોય, તો છાવરીશ મા,
 
એની નજરનું કસ્તર ,બની ગયા પછી,
ગઝલમાં વાત એની, ચીતરીશ મા.
 
રતિકામની છબી, ફૂલ ને ભ્રમર
ચંદન પરે છે કોતરી, વેતરીશ મા.
 
અપ્સરા પરે તો ઇન્દ્ર પણ ફિદા
એવું કહીને ખુદને, છેતરીશ મા.
 
સ્નેહભીની વાદળી, તો શોધવી પડે,
કાળજાનું દર્દ બધે, ઠાલવીશ માં,
 
પાંચ ઈન્દ્રીઓ, પારસ સમાન છે,
પ્રીતમને પૂજવા છે, વેડફીશ મા.


Rate this content
Log in