Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ઘર બંધ છે ને હાથ પડ્યા છે.
ઘર બંધ છે ને હાથ પડ્યા છે.
★★★★★

© Ramesh Parekh

Classics

1 Minutes   84    4


Content Ranking

ઘર બંધ છે ને હાથ પડ્યા છે હવાથી દૂર,

લાગે છે આ જગા છે બધીયે જગાથી દૂર.

પ્રસરી છે એક ખીણ સકળ દરમિયાનમાં,

એક પાંદડું પડ્યું છે અહીં ઝાડવાથી દૂર.

થીજી ગયાં છે માનસરોવર અવાજનાં,

ને પંખીઓ વસે છે હવે કલ્પનાથી દૂર.

આવે છે દૃશ્ય આંખમાં ઝાંખું કે આંધળું,

દૃશ્યો ને શું થયું કે રહે સામનાથી દૂર.

વળગ્યું છે સ્તબ્ધ તાળું ભીંસોભીંસ બારણે,

ચાલ્યું ગયું બધું જ હવે શક્યતાથી દૂર.

કોને ખબર, રમેશ… કયા માર્ગ પર થઈ,

આ આપણે પહોંચ્યા અહીં આપણાથી દૂર……

OLD CLASSIC રમેશ પારેખ વિયોગ અંતર પાંદડું ઝાડવા ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..