Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ashok Patel

Romance

4.9  

Ashok Patel

Romance

તારી યાદમાં...

તારી યાદમાં...

1 min
7.3K


એક વાર તારી સાથે મુલાકાત કરવી છે,

મારે ફરી એ પળોને તારી સાથે માણવી છે.

 

પહેલા કિરણની ચમક તારા ચહેરા પર નિહાળવી છે,

સવારની આ તાજગી તારા મુખ પર માણવી છે,

અધર પર રહેલા એ સ્મિતની સુંદરતાને જાણવી છે,

મારે ફરી એ પળોને તારી સાથે માણવી છે.

 

મેદાનમાં ઊભા રહી અગાશીમાં તારી તરફ ઝાંખી કરવી છે,

મારે તો બસ, તારી નઝરો સાથે નઝર મિલાવવી છે,

મળેલી એ નઝરમાં મૌનથી તારી સાથે વાત કરવી છે,

મારે ફરી એ પળોને તારી સાથે માણવી છે.

 

તારા પાછળ તારી પગલીઓ પર પગલી માંડવી છે,

તારા હાસ્યની એ ખિલખિલાહટ સાંભળવી છે,

મારે ફરી એ પળોને તારી સાથે માણવી છે.

 

એ જ રસ્તાઓ પર તારી વાટ જોવી છે,

ફરી એ સાઇકલ તારી સાથે ચલાવવી છે,

મારે ફરી એ પળોને તારી સાથે માણવી છે.

 

ક્યારેય ન માણેલા ટિફિનની મજાને તારી સાથે માણવી છે,

ફરી ફરીને તારી યાદોને મારે યાદ કરવી છે,

પણ તારા રુદનની એ ઘટનાને આજે ભુલવાવી છે.

મારે ફરી એ પળોને તારી સાથે માણવી છે.

 

સૂની પડેલી સાંજને ફરી રંગીન બનાવવી છે,

ડરતી મારી રુહને પીછેહઠ કરતી અટકાવી છે,

કરુ છું તને પ્રેમ એની જાણ કરાવવી છે,

મારે ફરી એ પળોને તારી સાથે માણવી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance