તારી યાદમાં...
તારી યાદમાં...
એક વાર તારી સાથે મુલાકાત કરવી છે,
મારે ફરી એ પળોને તારી સાથે માણવી છે.
પહેલા કિરણની ચમક તારા ચહેરા પર નિહાળવી છે,
સવારની આ તાજગી તારા મુખ પર માણવી છે,
અધર પર રહેલા એ સ્મિતની સુંદરતાને જાણવી છે,
મારે ફરી એ પળોને તારી સાથે માણવી છે.
મેદાનમાં ઊભા રહી અગાશીમાં તારી તરફ ઝાંખી કરવી છે,
મારે તો બસ, તારી નઝરો સાથે નઝર મિલાવવી છે,
મળેલી એ નઝરમાં મૌનથી તારી સાથે વાત કરવી છે,
મારે ફરી એ પળોને તારી સાથે માણવી છે.
તારા પાછળ તારી પગલીઓ પર પગલી માંડવી છે,
તારા હાસ્યની એ ખિલખિલાહટ સાંભળવી છે,
મારે ફરી એ પળોને તારી સાથે માણવી છે.
એ જ રસ્તાઓ પર તારી વાટ જોવી છે,
ફરી એ સાઇકલ તારી સાથે ચલાવવી છે,
મારે ફરી એ પળોને તારી સાથે માણવી છે.
ક્યારેય ન માણેલા ટિફિનની મજાને તારી સાથે માણવી છે,
ફરી ફરીને તારી યાદોને મારે યાદ કરવી છે,
પણ તારા રુદનની એ ઘટનાને આજે ભુલવાવી છે.
મારે ફરી એ પળોને તારી સાથે માણવી છે.
સૂની પડેલી સાંજને ફરી રંગીન બનાવવી છે,
ડરતી મારી રુહને પીછેહઠ કરતી અટકાવી છે,
કરુ છું તને પ્રેમ એની જાણ કરાવવી છે,
મારે ફરી એ પળોને તારી સાથે માણવી છે.