Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Drmahesh Rawal

Others

2  

Drmahesh Rawal

Others

ઉછરતાં હોય છે!

ઉછરતાં હોય છે!

1 min
1.2K


એક માણસમાં ઘણા માણસ ઉછરતાં હોય છે,
પ્રશ્ન ઉછરે એમ, ઉત્તર પણ ઉછરતાં હોય છે.

જાળવી લ્યે છે પરસ્પર સંતુલન ઈશ્વર બધું;
ઝેર સાથે, ઝેરનાં મારણ ઉછરતાં હોય છે.

હોય શું તેથી પુરાવો શ્રેષ્ઠતમ શ્રધ્ધા વિષે - 
કે ઉછરતા હોય મણ, ત્યાં કણ ઉછરતાં હોય છે.

એક સરખી તક આપે છે સહુને કુદરત, જોઈ લ્યો,
પાંગરે છે ફૂલ ત્યાં, કંટક ઉછરતાં હોય છે.

કમનસીબી નહીં તો બીજું શું કહો એને તમે?
સુખની સાથે દુ:ખનાં પણ કારણ ઉછરતાં હોય છે.

લાગણીની વાત છે; સમજાય એ સમજી શકે.
વ્હાલા સાથે ક્યાંક, દવલાં પણ ઉછરતાં હોય છે!


Rate this content
Log in