Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

ભટકવાનું થયું પાછું

ભટકવાનું થયું પાછું

1 min
14.4K


ખબર રસ્તાની છે તો પણ, ભટકવાનું થયું પાછું,
સમજની બ્હારના નકશે, રઝળવાનું થયું પાછું.
 
કરી જો હોત નફરત તો કદી આવું બન્યું ના હોત,
કર્યો છે પ્રેમ એથી તો ઝઘડવાનું થયું પાછું.
 
હતી એને ખબર કે જાત ઝાકળની છતાં જુઓ,
સૂરજ પાસે જવામાં તો સળગવાનું થયું પાછું.
 
તમે જીતીને હારો કે અમે હારીને જીત્યાં પણ,
છતાં બંને ચુકાદે લ્યો, તડપવાનું થયું પાછું.
 
જગતભરની લીલા માણી છતાં પણ સાવ કોરીકટ,
જરા હું જાતને અડકી, પલળવાનું થયું પાછું.
 
હજી હું હું ને હુંથી બહાર ક્યાં આવી શકી છું હું,
છતાં ભીતરથી ‘પ્રજ્ઞા’એ ચળકવાનું થયું પાછું.


Rate this content
Log in