બંધ કર
બંધ કર
1 min
1.3K
તારી પાંપણો મિંચાવાનું બંધ કર,
જીવંત રાખ જીવને શ્વાસ ચાલુ કર.
સ્વપ્નોના સોદા કરવાનું બંધ કર,
સત્યને ઓઝલ કરવાનું બંધ કર.
શબ્દો થકી મારું સ્મરણ કર,
પુસ્તકો વાંચી મારું રટણ કર.
જખ્મો પર મીઠું ભભરાવાનું બંધ કર,
દર્દ આપીને દિલ જીતવાનું બંધ કર.
વિહંગ બની મુક્ત ગગનમાં ઉડી રહ્યો છું,
પતંગની દોર બની મારા પંખ કાપવાનું બંધ કર.