સ્મિત ઊગ્યું છે !
સ્મિત ઊગ્યું છે !
હૈયાનાં બાગમાં સુંવાળું સુંવાળું શું ફૂટ્યું છે?
લાગે છે રુપાળું રુપાળું સ્મિત ઊગ્યું છે!
છે હજી તો નાનકડું,
લાગે તોયે લાડકડું,
જુઓને શરમીલું શરમીલું તે કેવું હસ્યું છે,
નક્કી કોઇએ આજે ખાનગીમાં તેને ચુમ્યું છે!
છે પણ બેફિકર કેવું,
નિર્દોષ બાળક જેવું,
મળવા આવેલા સૂરજને જોઇને શરમાયું છે,
તેથી જ શરમની શાલ ઓઢીને સંતાયું છે!
હસે છે, રમે છે,
મસ્તી પણ કરે છે!
પંખી બનીને ઊંચે આભમાં ઊડ્યું છે,
વાદળોની સંગે વાદળ બનીને તે દોડ્યું છે.
સૌની સંગે એ ઝુમે છે,
સૌની સંગે એ રમે છે,
આજે કોઇ ખાસ મનગમતું તેને મલ્યું છે!
એટલે જ 'જશ' તે પુષ્પ સમ ખિલ્યું છે!
હૈયાના બાગમાં સુંવાળું સુંવાળું શું ફૂટ્યું છે?
લાગે છે રુપાળું રુપાળું સ્મિત ઊગ્યું છે!