Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mukesh Jogi

Others

3  

Mukesh Jogi

Others

આંધળો એ ઉજાસ જોવે છે

આંધળો એ ઉજાસ જોવે છે

1 min
13.6K


આંધળો એ ઉજાસ જોવે છે,

પાંગળો એ વિકાસ જોવે છે,


રાહ જૂએ કિનારે સપનાંઓ,

ને કિનારો પ્રયાસ જોવે છે,


હૂબહૂ હું જ આયનામાં છું,

શખ્સ મારો લિબાસ જોવે છે,


એ નિહાળે ટગર ટગર એવું,

મૃગ રણનું જે ઘાસ જોવે છે,


હું જ જોયાં કરુ, નથી એવું,

આ તરફ એ ય ખાસ જોવે છે,


મેં સમય પર બધું જ છોડ્યું છે,

એ જ વિશ્વાસ શ્વાસ જોવે છે,


જામ અડધો ભરેલ છે "જોગી",

તો ય અડધો ખલાસ જોવે છે.


Rate this content
Log in