Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

તું અને હું...હું અને તું

તું અને હું...હું અને તું

1 min
1.1K


તું અને હું.....હું અને તું
બે સામ...સામેના કિનારા 
તો યે આપણી વચ્ચે
ધસમસતું આ મૌન કેમ?

તું દૂર ...દૂર નભનો આકાશી તારલો
ને હું એક નાનકડો ટમટમતો દિપ,
તો યે આપણી વચ્ચે
ઝગમગતું આ અંધારું કેમ?

તું ટેહૂંક...ટેહૂંક ગહેંકતો વનનો મોરલો
ને હું સહજ ઝૂકેલી આંબલિયાની ડાળ,
તો યે આપણી વચ્ચે
થનગનતી આ ખામોશી કેમ?

તું ગડગડાટ ઘૂઘવતો વર્ષાનો મેઘલો
ને હું તો ઝબૂક ઝબૂકતી નાનકડી વીજ,
તો યે આપણી વચ્ચે
ધોધમાર વરસતી આ ઉદાસી કેમ?

તું પળ...પળ સતાવતો પાગલ વાયરો
ને હું નવલી નવોઢા સમ ફરફરતી લટ,
તો ય આપણી વચ્ચે
ક્ષણ...ક્ષણ તરસતી આ શરમ કેમ! 


Rate this content
Log in