Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Satish Sakhiya

Others

2  

Satish Sakhiya

Others

પણ ચાલુ છે

પણ ચાલુ છે

1 min
6.7K


ધડકે છે હજુ હ્રદયને શ્ચાસ પણ ચાલુ છે
જીવે છે શરીર એટલે નાળ પણ ચાલુ છે
 
માહ્રલોતો મરી પરવાર્યો છે કયારનો જો ને
ભટકી રહ્યું છે જે એ પીંજર પણ ખાલું છે
 
કરે છે માનવ અહંકાર જેનો જુઓ ને કેવો
એ રૂપ ને રૂપિયાનું અભિમાન પણ ઠાલું છે
 
કણસી રહી છે આ કુળ-કપટ જોઈ ને કેવી
માનવતાને જો એના અંતર પર પણ છાલું છે
 
સુવર્ણ ઈતિહાસ સ્વદેશનો ભૂલી ભણાવે
ભણતર વિદેશનુ આ શિક્ષણ પણ નિરાલુ છે
 
ખટકે છે અમોને તો ખુમારી વગરના જગતમાં
છતાંયે જીવવું પડે શું થાય જીવન પણ સાલું છે
 
સંસ્કૃતિ, સંસ્કારને શરમ ભુલી "સતીષ" જો
ઉભરી છે બેહદ લાગે આ જાત પણ કાલું છે


Rate this content
Log in