આપના આવ્યા પછી
આપના આવ્યા પછી
1 min
6.8K
જીવવાનું મન થયું છે આપના આવ્યા પછી,
દિલ ફરી ચંદન થયું છે આપના આવ્યા પછી.
ચૂંદડી ઓઢી ફરું છું એક તારા નામની;
સપ્તરંગી મન થયું છે આપના આવ્યા પછી.
ફુલડાં ખરતાં રહે છે કેટલા આ બાગમાં,
એ જ નંદનવન થયું છે આપના આવ્યા પછી.
તેં દીધું છે એટલું હે ! જિંદગી હા ! મેં લીધું;
ઉજળું તન-મન થયું છે આપના આવ્યા પછી.
ગટગટાવું આ સમયના જામને હોઠે લઈ,
ભીતરે મંથન થયું છે આપના આવ્યા પછી.