Harshida Dipak

Others


3  

Harshida Dipak

Others


આપના આવ્યા પછી

આપના આવ્યા પછી

1 min 6.8K 1 min 6.8K

જીવવાનું મન થયું છે આપના આવ્યા પછી,
દિલ ફરી ચંદન થયું છે આપના આવ્યા પછી.

ચૂંદડી ઓઢી ફરું છું એક તારા નામની;
સપ્તરંગી મન થયું છે આપના આવ્યા પછી.

ફુલડાં ખરતાં રહે છે કેટલા આ બાગમાં,
એ જ નંદનવન થયું છે આપના આવ્યા પછી.

તેં દીધું છે એટલું હે ! જિંદગી હા ! મેં લીધું;
ઉજળું તન-મન થયું છે આપના આવ્યા પછી.

ગટગટાવું આ સમયના જામને હોઠે લઈ,
ભીતરે મંથન થયું છે આપના આવ્યા પછી.


Rate this content
Originality
Flow
Language
Cover Design