Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

KAVI KALAPI

Classics

0  

KAVI KALAPI

Classics

પ્રકરણનું નામ કાશ્મીરમાં વિયોગ

પ્રકરણનું નામ કાશ્મીરમાં વિયોગ

1 min
88


વાદળે જળે ભરેલે આવી વીંધ્યા ડુંગરોને,

કોતરોની માંહીંથી પાણી વહે છે તે થકી:

વાદળું વિયોગનું ભર્યું આ આવ્યું મન પર,

અશ્રુધારા વહે દિનરાત ચક્ષુ માંહીંથી.

વિજળીનો કડેડાટ તોડી પાડે શિખરોને,

વિરહનો માર છેદે હ્રદયના મર્મને;

વૃક્ષના ઘસારા થકી પર્વતોમાં આગ બળે,

શશાંક સમીર થકી દિલ ખાખ થાય છે.

છરેરા ને ખીણ બધાં છાઈ ગયાં ઘાસ વડે,

ઝૂકી રહી હાર, ઝાડ, વેલી પર પુષ્પની;

કામથી રોમાંચ વાર વાર થાય શરીરમાં,

થર થર ધ્રુજે દેહ મદનપીડા થકી.

બરફના કણ ઘણા ચોટી રહ્યા ટોચ પર,

જીગરમાં પડ્યાં કાણાં મનોજનાં શરથી;

દિસતો સૂરજ નથી, અંધકારમાં વ્યાપી ગયો,

જીવ કેમ જતો નથી શરીરની મહીંથી ?


Rate this content
Log in