Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

દરિયો

દરિયો

1 min
12.9K


આવીને કિનારે અથડાય છે દરિયો.

ઉછળીને વળી પટકાય છે દરિયો.


કેટકેટલી સરિતાઓને સમાવતો એ,

તોય ક્યાં કદીએ ઊભરાય છે દરિયો.


સાથી સાગરખેડુનો સદા ઘૂઘવતો,

ક્યારેક કોઈ દિલે પરખાય છે દરિયો.


સાચવ્યા રત્નભંડારો પેટાળે એણે,

કોઈ મરજીવાને ફળી જાય છે દરિયો.


કૈંક જળચરોને નિજ ઉદરે પોષતો,

થૈ વરસાદ આંગણે દેખાય છે દરિયો.


Rate this content
Log in