કિસ્મત
કિસ્મત
1 min
6.7K
દોલતથી તોલેલી ભક્તિ,
પ્રભુને પ્યારી નથી હોતી.
મતલબ ભરેલી મિત્રતા,
કદી વ્યવહારી નથી હોતી.
જિંદગીમાં વધારે ખુશામત,
'મૌન' સારી નથી હોતી.
કિસ્મત કોઈની કદી,
ખુશામતને આભારી નથી હોતી.