ગુલઝાર
ગુલઝાર
તમને મળું છું જિંદગી રંગીન બનતા જાય છે,
દિલથી મળ્યો છું જ્યારથી દુનિયા બધી રંગાય છે .
એવા બધાએ ઘા રુઝાયા જે બધા વકરી ગયા,
તારી મલમ જેવી નજરથી દરદ સરખા થાય છે .
એવી હતી આભાસવાળી સાજ ને રાતો બધી,
તારો થયો છું જ્યારથી વાતો બધી સમજાય છે .
સુક્કા રણો પાછા હવે, દરિયા બની લહેરાય છે,
કોમળ કળી સા ખ્વાબ પણ ગુલઝાર થઇ મ્હેકાય છે.
તું હેતને વરસાવતી ગીતો મજાના ગાય છે,
જીવન મહી આજે બધા રાગો જ સરગમ ગાય છે.