Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મજાનું લાગશે
મજાનું લાગશે
★★★★★

© Rajesh Hingu

Others

1 Minutes   14.1K    5


Content Ranking

છે પ્રસાદી ઈશની, જો માનશે;
તો પછી જીવન, મજાનું લાગશે.
 
ના મને પૂછીશ તું મંઝિલ વિશે;
તું મને લઈ જાજે જ્યાં પણ તું જશે.
 
બંધ કરી દે તું હવે એલાર્મ સૌ;
જાગતો સૂતો છે એ, ના જાગશે.
 
લ્યો અમે તો મુક્ત થઈ ગ્યા નાહીને;
આ નદી ન્હાવા બિચારી ક્યાં જશે?
 
રાહ ના જોજે હવે દીપક તણી;
દીકરી દિવડી છે, કુળ દીપાવશે.
 
આમ તો તારી ગઝલમાં દમ નથી;
તેં લખી છે 'મોજ'થી તો ચાલશે.
 

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..