Jayesh Thakkar

Others


Jayesh Thakkar

Others


ચાલ્યા કરે

ચાલ્યા કરે

1 min 7K 1 min 7K

ચાલ્યા કરે છે નાવ આ ને આ સફર ચાલ્યા કરે,

હાથમાં લઇ હાથ મારો, હમસફર ચાલ્યા કરે.

 

સામા માળો મૂંગા રહો, અટકો જરી મરકી રહો,

મોઘમ ઇશારો જો કરો તો આ જીગર ચાલ્યા કરે.

 

ફૂલ સાંજે છો સૂકાયાં, અંગથી ફોરમ ઝરે

ગૂંથ્યા હતા વેણી મહીં, શણગાર આ ચાલ્યા કરે.

 

જાણ્યા અજાણ્યા જે મળે, હસતા મળે રડતા મળે,

દર્દ ઓછું થઈ જશે સાથે અગર ચાલ્યા કરે.

 

આવો અહીં બેસો જરા, ખાલી જગા છે પાસમાં

આ નાવ છે શમણાં તણી, જે રાતભર ચાલ્યા કરે.

 

આ પારથી મઝધાર થઈ, સામે કિનારે નાવ ગઈ,

પાછી ફરે આ પાર તો, વહેવાર આ ચાલ્યા કરે.

 

 

 


Rate this content
Originality
Flow
Language
Cover Design