Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Vyas

Others

0.4  

Kalpesh Vyas

Others

એ હ્રદય મારા

એ હ્રદય મારા

1 min
270


એ હ્રદય મારા, આજે ધબકારામાં વધઘટ જણાય છે,

એવું લાગે છે, તું આજે પાછો લાગણીમાં તણાય છે, 


ટોકવા જાઉં છું તને, પણ તને ટોકી શકતો નથી, 

રોકવા જાઉં છું તને, પણ તને રોકી શકતો નથી, 


ભીડમાં કોઈ અજનબી જાણે આપણું લાગે છે,

પણ એકાંતમાં બેસું તો એકલાપણું લાગે છે, 


નભ જાણે પોતે ધરતી તરફ ઝૂકી જાય છે, 

એવું લાગે છે કોઈ યાદ પોતાની મૂકી જાય છે, 


આંખોથી અશ્રુ દરિયાના મોજાની જેમ છલકે છે, 

પણ મુખડું, એ તો જાણે પરાણે જ મલકે છે ?


ક્યારેક સહન નથી થઈ શકતો તાણનો આ ભાર,

છતાંય એને ઝિલવા માટે 'એ હદય તારો આભાર.


Rate this content
Log in